અમદાવાદ સહિત વધુ 7 એરપોર્ટ પર ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશનનો પ્રારંભ

અમદાવાદ સહિત વધુ 7 એરપોર્ટ પર ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશનનો પ્રારંભ

અમદાવાદ સહિત વધુ 7 એરપોર્ટ પર ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશનનો પ્રારંભ

Blog Article

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે અમદાવાદ, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા સહિતના વધુ સાત એરપોર્ટ પર પ્રી-વેરિફાઈડ ભારતીય નાગરિકો અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડધારકો માટે ફાસ્ટ-ટ્રેક ઈમિગ્રેશન સિસ્ટમનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રોગ્રામથી મુસાફરોને ઝડપી, પરેશાની રહિત અને સુખદ મુસાફરીનો અનુભવ થશે.

આ ઉપરાંત બિઝી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમિગ્રેશન ક્લિયરન્સની લાંબી લાઇનમાં ઘટાડો થવાની અપેક્ષા છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, કોચીન અને અમદાવાદ એરપોર્ટ પર ‘ફાસ્ટ ટ્રેક ઈમિગ્રેશન’ ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ (FTI-TTP)નું ઉદ્ઘાટન કર્યું હતું.

ગૃહપ્રધાને 22 જૂન, 2024ના રોજ નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI)ના ટર્મિનલ-3 પરથી FTI-TTP પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો. પ્રારંભિક તબક્કામાં તે ભારતીય નાગરિકો અને OCI કાર્ડ ધારકો માટે નિશુલ્ક ધોરણે શરૂ કરાયો છે. FTI-TTP ઓનલાઈન પોર્ટલ https://ftittp.mha.gov.in. મારફત ચાલુ કરાયો છે.
ભારતનો આ ઇમિગ્રેશન પ્રોગ્રામ અમેરિકાના ગ્લોબલ એન્ટ્રી પ્રોગ્રામ જેવો જ છે, જેમાં પસંદગીના એરપોર્ટ્સ પર અમેરિકામાં આગમન પર પૂર્વ-મંજૂર, ઓછા જોખમવાળા પ્રવાસીઓ માટે ઝડપી ક્લિયરન્સ મળે છે. FTI-TTP આખરે દેશના 21 મોટા એરપોર્ટ પર શરૂ કરાશે.

પાત્રતા ધરાવતા વ્યક્તિઓએ ઓનલાઈન અરજી કરવાની અને અરજી ફોર્મમાં ઉલ્લેખિત અન્ય જરૂરી માહિતી સાથે તેમના બાયોમેટ્રિક્સ (ફિંગરપ્રિન્ટ અને ફેસિયલ ઇમેજ) સબમિટ કરવાની રહેશે. મંજૂર થયેલી અરજીઓને તેમની બાયોમેટ્રિક્સ વિગતો પ્રદાન કરવાની એપોઇન્ટમેન્ટ એક મેસેજ મળશે. આ એપોઇન્ટમેન્ટ મુજબ અરજદારો તેમની બાયોમેટ્રિક્સ વિગતો ભારતમાં નિયુક્ત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અથવા નજીકની ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (FRRO) પર આપી શકશે. અરજીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે બાયોમેટ્રિક્સ ફરજિયાત છે. FTI રજિસ્ટ્રેશન મહત્તમ પાંચ વર્ષ માટે અથવા પાસપોર્ટની માન્યતા સુધી માન્ય રહેશે.

Report this page